જલારામ જયંતિ

સંત શિરોમણિ પુ. જલારામ બાપાની જન્મ જયંતિ ધામધુમથી ઉજવવામાં આવે છે.જેમાં જ્ઞાતિજનો આ દિવસે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી સવારથી પુ. જલારામબાપાનું પૂજન-અર્ચન તથા આરતીમાં લાભ લે છે,તેમજ મહાજનશ્રી દ્વારા શોભાયાત્રા અને ત્યારબાદ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

દરિયાલાલ જયંતિ

દરિયાલાલ મંદિર પાટોત્સવ અને દરિયાલાલ જયંતિની ઉજવણી ભચાઉ લોહાણા મહાજન દ્વારા સંચાલિત દરિયાસ્થાન મંદિર મધ્યે વર્ષોથી ઉજવવામાં આવે છે અને આ દિવસે પાંખી પાડી ભચાઉ તેમજ આજુ-બાજુ ના ભચાઉ તાલુકા મહાજન વિસ્તારના જ્ઞાતિજનો આ ધાર્મિક તહેવારની ઉજવણીમાં જોડાઈ પૂજન-અર્ચન-આરતી તેમજ વિશાળ શોભાયાત્રા(રવાડી) માં સામેલ થાય છે અને છક્કડીની નોંધ કરાવી મહાપ્રસાદનો લાભ લે છે.

રામનવમી

રઘુકુળના મર્યાદા પુરષોતમ પુજય રામચંદ્રજી ભગવાનનો પ્રાગટ્યદિન રામનવમી ભચાઉ લોહાણા મહાજન દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાતિજનો પુજય રામચંદ્રજીના જન્મોત્સવમાં બપોરે મોટી સંખ્યામાં જોડાઈ સમુહમાં ફરાળ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે.

નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકુટ

બેસતુ નવું વર્ષ(પડવો) ના દિવસે જ્ઞાતિજનો ભેગા થઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા તથા "રામ રામ" કરી મોઢુ મિઠુ કરાવે છે. તેમજ આ દિવસે અન્નકુટનું પણ આયોજન કરવામાં આવે છે,જેમાં વિવિધ જાતની મિઠાઈ ફરસાણ ભગવાનને ધરાવી પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

સરસ્વતિ સન્માન સમારોહ

જ્ઞાતિના તેજસ્વી વિધાર્થીઓને પોતાની માર્કશીટના આધારે ક્રમ નંબર મુજબ જાહેર સન્માન કરી જ્ઞાતિ અગ્રણીઓ,યુવક મંડળ અને મહાજનશ્રી દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવે છે.