ભચાઉ માં લોહાણા નો પ્રવેશ ક્યારે થયો તે અંગે આપણી પાસે ચોક્કસ માહિતી નથી પરંતુ એક એવું અનુમાન છે કે ભચાઉ ગામની સ્થાપના થયાની સાથે કે ત્યારબદ થોડા સમય પછી ભચાઉ માં લોહાણા નો પ્રવેશ થયો હશે એવું માની શકાય કારણ કે જ્ઞાતિ ના ઘણા એવા પરિવારો છે કે જે ઘણી પેઢી થી ભચાઉમાં વસે છે તેમજ માંડવી ચોક મધ્યે આવેલ દરીયા સ્થાન મંદિર નું સ્થળ જોતા આ માન્યતા ને પુષ્ટી મળે છે કે તે સમયે સમય અનુસાર આપણી જ્ઞાતિ ના થોડા કુટુમ્બો ભચાઉ આવી ને વસ્યા હસે તેમજ રાજા શાહી ના વખત માં પણ ભચાઉ તાલુકા નું મથક હતું.જેના કારણે વ્યાપાર-ખેતી-રેલ્વે-વાહન વ્યવહાર સરકારી કચેરીઓ વગેરે સગવડોને લઈ ને આપણી વસ્તી સારા એવા પ્રમાણ માં હતી.
             આઝાદી બાદ સંજોગો બદલાયા કચ્છ નો વિકાસ ઝડપી થવા લાગ્યો તેમાં પણ ભચાઉ કચ્છનું પ્રવેશ દ્વાર હોવાને કારણે આપણને રેલ્વે-હાઈવે જેવી અનેક સગવડો મળી અને આ સુવિધા ને કારણે વિકાસ ની ગતિ વધ સાથે સાથે આપણી જ્ઞાતિની વસ્તી સારા પ્રમાણ માં વધી.ઘણા ગામડાનાં લોકો સારા પ્રમાણમાં ભચાઉમાં સ્થીર થયા અને એ રીતે આપણી જ્ઞાતિનું સંખ્યા બળ દિવસે દિવસે વધવા લાગ્યું અને આપણે મજબૂત થયાં.
             શ્રી ભચાઉ લોહાણા મહાજને ૧૪-૦૯-૧૯૭૭ નાં રોજ બંધારણ સભા બોલાવી મહાજનાના યોગ્ય વહીવટ માટે બંધારણ બનાવ્યું અને આ બંધારણ મુજબ વહીવટ ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો. અગાઉ આપની જ્ઞાતિ પાસે દરિયા સ્થાન મંદિર અને થોડી સ્થાવર મિલકત હતી અને આવક પણ ખૂબ સામાન્ય હતી.ત્યારબાદ ૧૯૭૮ ની સાલમાં મહાજન વાડી માટે જમીન ની ખરીદી કરી અને સવંત ૨૦૩૯ મહાજન વાડી સમાજના ઉપયોગ માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારબાદ સમય પ્રમાણે તેમાં સગવડો જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ કરવામાં આવી એનો સમાજ બહોળા પ્રમાણમાં લાભ લેતો હતો.
             આપણી જ્ઞાતિ પાસે ભચાઉના હૃદય સમાં માંડવી ચોક વિસ્તાર માં આપણા ઈષ્ટદેવ દરિયાલાલ દાદાનું વર્ષો પુરાણુ મંદિર બનેલ હતું જેનો જીર્ણોધાર કરવાનો સમાજે નક્કી કર્યુ અને સને.૧૯૯૫/૯૬ માં મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો.તેમાં દરિયાલાલ દાદાની સાથે રામ દરબાર તથા સંત શિરોમણી જલારામ બાપાની પ્રતિષ્ઠા પણ સને.૧૯૯૫/૯૬ માં કરવામાં આવી જે મંદિર દર્શનિય અને અધ્યતન બનાવવામાં આવ્યું સાથે સાથે જ્ઞાતિના નાના મોટા પ્રસંગો ઉજવવા માટે તથા સત્સંગ કરવા માટે નીચે ઉપર એમ બે ભવ્ય હોલ બનાવવામાં આવ્યાં.
             પરંતુ કોઈ ને કલ્પના પણ ના હોય એવો પ્રકોપ થયો અને તારીખ ૨૬-૦૧-૨૦૦૧ ના ભયંકર ભૂકંપ આવ્યો અને સમગ્ર કચ્છ અને રાજય નાં અનેક ભાગોમાં જાન-હાની અને માલ-હાની થઈ તેની સૌથી વધુ અસર આપણા તાલુકાને થઈ તેમાં આપણી લોહાણા મહાજનવાડી સંપૂર્ણ પણે નષ્ટ થઈ અને દરિયાસ્થાન મંદિરને અંસત: નુકશાન થયું પરંતુ મંદિર માં આવેલ હોલ સંપુર્ણ પણે ધરાસાઈ થયા સમગ્ર સમાજ જીવન અસ્થ વ્યસ્થ થઈ ગયુ. થોડા સમય માટે મહાજનવાડી ની જગ્યા એ બાઉન્ડ્રી કરી વાડીમાં કાચા રૂમ બનાવી સમાજે તેનો ઉપયોગ કર્યો ત્યારબાદ સમાજ જીવન ધીમે ધીમે થાડે પડતું ગયું અને આપણા સમાજે પણ અત્યાર ના સંજોગ અને જરૂરિયાત પ્રમાણે આધુનીક મહાજનવાડી બનાવવાનું નક્કી કર્યું અને આ વાડી બાનાવવા માટે ૫૦% ઉપર નો ખર્ચ ભચાઉ શહેર તથા ભચાઉ તાલુકા માંથી ફંડ કરવાનુ નક્કી કરવામાં આવ્યું તેમાં સમાજે અભૂત પુર્વ સહકાર આપી સમજ ની ઝોલી ભરી દીધી. અને તેના કારણે આપણે આજે સમય ની માંગ પ્રમાણે સંપુર્ણ સુવિધા સભર એક આધુનિક સમાજ વાડી સમાજ ના ચરણોમાં મૂકી શક્યા જેનું ભૂમિ પૂજન તારીખ ....... ના કરવામાં આવ્યું અને જેનું પુન: નિર્માણ કરી તારીખ ૨૯-૦૧-૨૦૦૭ ના શુભ ઘડી એ સંતો મહંતો તથા વડીલો ના આર્શિવદ સાથે મહાજન વાડી નું ઉદઘાટન કરવામાં આવ્યું.ત્યારબદ સમય અંતરે જરૂરિયાત પ્રમાણે વાડી માં ઉપયોગી ફેરફાર કરવામાં આવે છે. હાલ મહાજનવાડી માં પહેલા માળે આધુનિક સગવડો વાળા ૪ રૂમનુ કાર્ય પુર્ણતાના આરે છે જે ટૂંક સમય માં સમાજ સમક્ષ ખુલ્લા મૂકવામાં આવશે.
             આ ઉપરાંત શ્રી ભચાઉ લોહાણા મહાજન તેની સલગ્ન સંસ્થા ના સહયોગ થી અનેક સામાજીક,ધાર્મિક,શૈક્ષણિક,આરોગ્ય વિષયક પ્રવૃત્તિ કરે છે. ધાર્મિક પ્રસંગો માં દરિયાલાલ જયંતી,જલારામ જયંતી,રામનવમી,દરિયાસ્થાન મંદિર પાટોત્સવ,નવા વર્ષના અનકુટ તથા કૃષ્ણજન્મોત્સવ જેવા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે અને સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત મહાજન શ્રી દ્વારા નબળા વિધાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે,દાત્તાશ્રી ઓના સહયોગ થી વ્યાજબી ભાવે નોટબુક નું વિતરણ કરવામાં આવે છે તે ઉપરાંત છેલ્લા પચ્ચીસ વર્ષથી લોહાણા યુવક મંડળના સહયોગ થી સરસ્વતી સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવે છે.
             આ ઉપરાંત બ્લડ ગ્રુપ કેમ્પ,ધનુરમાસમાં વહેલી સવારે ભજન ધુન, શરદ પુનમ ની ઉજવણી,મહાશિવરાત્રી ની ઉજવણી સહિત અનેક કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન નિયમીત પણે આયોજન કરવામાં આવે છે.તે ઉપરાંત ભચાઉ તાલુકા લોહાણા મહાજન ના સહયોગ થી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તથા સારા-માઠા પ્રસંગે મેસેજ સેવા પણ ઉપલબ્ધ છે.
             આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા મહાજનશ્રી ના સહયોગથી સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે તેમજ મહાજન શ્રી દ્વારા ઉજવાતા તમામ પ્રસંગો તથા પ્રવૃત્તિ માં શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ તથા શ્રી ભચાઉ લોહાણા મહિલા મંડળ દ્વારા પૂરતો સહકાર આપવામાં આવે છે.
             શ્રી ભચાઉ લોહાણા મહાજનની સ્થાપના થી અત્યાર સુધી જેટલા પણ પ્રમુખશ્રી તથા હોદ્દેદારો એ સમાજ ની વ્યવસ્થા સંભાળી છે તે દરેક જણે પોતાની આવડત પ્રમાણે સમજના ઉત્કર્ષ માટે સુજ બુજ થી અને નિષ્ઠા પુર્વક સમાજ ને આગળ લાવવા તથા સંગઠિત કરવા માટે હર હમેશ ઉમદા પ્રયત્ન કરેલ છે તેવા આપણા સર્વે વડિલો ને નત મસ્તક વંદન.
જય જ્ઞાતિ મૈયા


લખમશીભાઈ ડી. પોપટ
પ્રમુખ શ્રી
શ્રી ભચાઉ લોહાણા મહાજન
ઈશ્વરલાલ એ. પુજારા
મંત્રી શ્રી
શ્રી ભચાઉ લોહાણા મહાજન