શરદપુર્ણિમાં મહોત્સવ

આ દિવસે જ્ઞાતિજનો એકઠા થઈ શરદરાસોત્સવ સાથે દૂધ-પૌવા નો પ્રસાદ લઈ ઉજવણી કરે છે.

જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને અનાજ વિતરણ

મહાજનશ્રી દ્વારા નક્કી થયા મુજબ આપણા સમાજ ના જરૂરિયાતમંદ જ્ઞાતિજનને અનાજ સહાય આપવામાં આવે છે.

વિધાર્થીઓને શિક્ષણ સહાય

જ્ઞાતિનાં જે વિધાર્થિઓ ને અભ્યાસ માટે સહાયની જરૂરિયાત હોય તેવા વિધાર્થિઓને મહાજનશ્રી દ્વારા નક્કી થયા મુજબ નોટબુકો,શિક્ષણ ફી વગેરે સહાય કરવામાં આવે છે તથા વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન પણ આપવામાં આવે છે.

રક્તદાન કેમ્પ

લોહાણા મહાજન અને યુવક મંડળ દ્વારા અવાર નવાર રક્તદાન તેમજ રક્ત પરિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને જેમાં જ્ઞાતિજનો હોંશભેર ભાગ લઈ મોટી સંખ્યા માં રક્તદાન કરે છે.

થેલેસેમીયા કેમ્પ

આપની જ્ઞાતિમાં ખાસ કરીને થેલેસેમીયાનું પ્રમાણ વધારે છે જેને ધ્યાનમાં લઈ મહાજન દ્વારા અવાર નવાર થેલેસેમીયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.