ભચાઉ શહેરના હાર્દસમા ફુલવાડી વિસ્તારમાં આશરે ૨૦૦૦ ચો.મીટરના પ્લોટ ઉપર ભચાઉ લોહાણા સમાજની અધ્યતન મહાજનવાડી આવેલ છે.૨૦૦૧ ના કારમા ભુકંપના ધ્વંસ પછી વર્ષ ૨૦૦૭ માં સમાજના ભાઈઓના ખુબ જ સારા સહકારથી આપણે અધ્યતન સમાજવાડી બનાવી શક્યા.

સમાજવાડીની અધ્યતન સગવડો પૈકીની ગ્રાઉન્ડ ફ્લોરમાં ૧ વિશાળ ૩૦૦૦ ચો.ફુટનો લગ્નહોલ જેમાં વર-કન્યાના રૂમ+સ્ટેજ તથા વિશાળ હોલની સુવિધા સહિતનો હવા-ઉજાસ વાળો હોલ આવેલ છે.

ગ્રાઉન્ડ ફ્લોરમાં બીજી બાજુ ૨૪૦૦ ફુટનો વિશાળ ડાયનિંગ હોલ આવેલ છે.તેની બાજુમાં ૬૦૦ ચો.ફુટનુ રસોડું તથા બે સ્ટોર રૂમની સગવડ છે,તેમજ ૪ રૂમ એટેચ ટોઈલેટ વાળા આવેલ છે,એક જનરલ ઑફિસ રૂમ તેમજ એક A.C મીટિંગ રૂમ પણ આવેલ છે,પીવાના પાણી માટે વોટરરૂમ આવેલ છે,તથા વિશાળ ઑપન ગ્રાઉન્ડ જે પેવર બ્લોક થી શણગારેલ છે,ચારે બાજુ નિયમ મુજબ બાઉન્ડ્રી તેમજ જગ્યા છોડીને ત્યાં ફૂલ ઝાડ ઉછેરવામાં આવેલ છે,જેના લીધે દરેક હોલ કે રૂમમાં હવા ઉજાસ ખુબજ સારા હોય છે.

બધાજ રૂમ તથા હોલની ઊંચાઈ ૧૫ ફુટની રાખેલ છે,પ્રથમ માળે જતા મિડલેન્ડ માં એક સુંદર મંદિર બનાવેલુ છે,તેની બાજુમાં એક વિશાળ સ્ટોર રૂમ બનાવેલ છે જયા સમાજના ગાદલા-ખુરશી વગેરે રાખવામાં આવે છે.

પ્રથમ માળે જતાં ડાબી બાજુએ એક ૨000 ચો.ફુટનો હોલ તેમજ એક ૪00 ફુટનું રસોડુ અને ૪ ઉતારા માટેના રૂમ બનાવવામાં આવેલ છે જે જ્ઞાતિજનો ને ખૂબ જ સારી રીતે ઉપયોગમાં આવે છે.

જ્ઞાતિજનોની સતત જરૂરિયાતના કારણે પ્રથમ માળે દાતાઓના સહકારથી ૨૦૧૪માં ૪ A.C રૂમ ફર્નિચર સાથે બનાવવામાં આવેલ છે જે જ્ઞાતિજનોને ખૂબ જ સારી રીતે ઉપયોગમાં આવે છે,ઉપરની એક બાજુની ખુલ્લી છત(ટેરેસ) ની જગ્યા જ્ઞાતિજનો સારા પ્રસંગો ઉજવવામાં ઉપયોગ કરે છે.

પાણી માટે વિશાળ ૧+૧=૨ અંડર ગ્રાઉન્ડ ટેંક બનાવેલ છે,ઉપર મોટી ૨ PVC ટાંકીઓ રાખીને પાણીની સગવડતાઓ પુરી કરવામાં આવે છે, ઠંડીની સીઝનમાં ગરમ પાણી માટે એક બંબો પણ રાખેલ છે જેનું કનેક્શન દરેક રૂમમાં છે અને અવિરતપણે ગરમ પાણી મળતું રહે તેવી સગવડ છે. લાઈટના અવાર-નવાર વિક્ષેપના લીધે સમાજના દાતાશ્રીના સહકારથી એક મોટી કેપીસીટીનુ જનરેટર પણ વસાવેલ છે અને તેને ગ્રાઉન્ડ ફ્લોરમારૂમ બનાવી અંદર રાખેલ છે.

આમ અત્યારના આધુનિક જમાનાને અનુરૂપ તમામ સગવડતાઓ સાથે બહાર સુંદર કાંચના એલીવીશન સાથેની સમાજવાડી સમાજના ભાઈઓના સહયોગથી બનાવેલ છે.

તે ઉપરાંત ભચાઉ લોહાણા મહાજનની માલીકીનુ "દરિયા સ્થાન મંદિર" માંડવી ચોક,મેઈન બજારમાં આવેલ છે ત્યાં શ્રી દરિયાલાલજી,રામદરબાર તથા સંતશ્રી જલારામબાપાની મૂર્તિઓની સ્થાપના કરેલ છે અને પુજારી રાખી પૂજા-આરતી સત્સંગ કરવામાં આવે છે.મંદિરમાં હવે એક હોલ નિર્માણ કરવાની જરૂરિયાત છે જે પણ ભવિષ્યમાં આપણે સમાજના સહયોગથી બનાવી તેની પણ પૂર્ણતા કરશું.

આ રીતે જ્ઞાતિના ચરણોમાં ખૂબ જ સુવિધા યુક્ત વાડી અર્પણ કરેલ છે અને સમાજ દરેક વર્ગના ભાઈઓ આનો પુરેપુરો લાભ લે એવી પ્રાર્થના સહ.
લી.
લખમશીભાઈ ડી. પોપટ
પ્રમુખ શ્રી
શ્રી ભચાઉ લોહાણા મહાજન